આજે વિશાલ નો કોલેજમાં પહેલો દિવસ હતો.
વિશાલ અને એનો બાળપણ નો મિત્ર ભાવિક બરાબર ૮:૦૦ વાગ્યા નાં ટકોરે ઘરે થી બાઇક લઈને નીકળી ગયા હતા કોલેજ તરફ ઘરેથી થોડાક આગળ નીકળી ને એ લોકો એક પાન પાર્લર પર ઉભા રહીને એમની ૧ વર્ષ પહેલાં સિગારેટ ની લત લાગી હતી એમની કાયમી સવારમાં બેય દોસ્તારો એક જ સિગારેટમાંથી એક એક કસ મારતા ને વાતો કરતા હતા.સિગારેટ પૂર્ણ કરીને બેઉ પાછા કોલેજના રસ્તા પર નીકળી પડ્યા પહેલો દિવસ હતો કોલેજનો સ્કૂલ ની ગુલામી માંથી નીકળી ને કોલેજ ની આઝાદીમાં આવ્યા હતા તો મસ્તી તો એમની હવે સ્કૂલ કરતા પણ વધારે થવાની જ હતી પણ એમને ક્યાં ખબર હતી કે એમની મસ્તી પર એ લોકો જાતે જ પૂર્ણ વિરામ મુકશે. એમનો પહેલો દિવસ હતો લેક્ચર શરૂ થવાની હજુ 20 મિનિટ શેષ હતી બેય મિત્રો એક બાંકડે બેસી ને સોશિયલ સાઇટ્સ પર નવી અપડેટ્સ ચેક કરતા હતા ને અચાનક જ કોઈ લક્જરીયસ કાર એમની આગળ થઈ ને પુર ઝડપે નીકળી ને એ લોકો નું ધ્યાન એ કાર તરફ ખેંચાયું કેમ ના ખેંચાય ધ્યાન એ કાર તરફ એમનું મિડલ કલાસ નાં હર કોઈ વ્યક્તિ નું ધ્યાન હવે આવી કોઈ લક્જરીયસ કાર તરફ નાં ખેંચાય એવું તો બને જ નહીં. એ બન્ને મિત્રો તો કાર ને જોઈ જ રહ્યા હતા ને ડાભી બાજુ નાં દરવાજે થી કોઈ છોકરી એક અલગ જ અદા થી એ કારમાંથી નીચે ઉતરે છે ને ત્યાં આજુ બાજુ રહેલા દરેક છોકરાઓ નું ધ્યાન કાર પરથી હવે એ છોકરી પર ગયું. એની સુંદરતા જોઈને ખુદ કુદરત પણ શરમાઈ જાય, એના એ લહેરાતા કાળા ડીબાંગ વાળ, એની એ સમુદ્ર થી પણ ગહેરી ચમકીલી કાળી આંખો, એના એ મધુર હોઠ જેને ચુમતા જ લો ડાયાબિટીસના પેશન્ટ ને પણ હાઈ ડાયાબીટીસ થઈ જાય એવા એના હોઠ , એનું એ ઘાટીલું શરીર જેના આગળ ઇન્દ્ર લોકની અપ્સરાઓ પણ ફીકી પડી જાય.
(કોલેજ ની સાઇરન વાગે છે કોઈ દોડતું દોડતું પોતાના ક્લાસમાં જાવા લાગ્યું તો કોઈ આજુ બાજુના બગીચાઓમાં બેસીને મોટી મોટી રાજકારણની કે ફિલ્મો ની વાતો કરવા લાગ્યું તો કોઈ પોતાની પ્રેમિકા ને લઈને એક ખૂણામાં બેસી ને પ્રેમાલાપ કરવા લાગ્યું)
ઈન કલાસ
સૌ કોઈ પોતાની જગ્યા લઈને બેસી ગયું હતું ને ભાવિક અને વિશાલે ક્લાસમાં પ્રવેશ લીધો કે તરત જ ભાવિક ની નજર ત્રીજી હરોળની ચોથા નંબરની પાટલી પર પડી અને એ ત્યાં જ ઉભા ઉભા કોઈ ઊંડા વિચારોમાં ધસી પડ્યો. "કોના વિચારમાં ખોવાઈ ગયો સે વ્હાલા" ઘાટા અવાજમાં કોઈ બોલ્યું.
એ ઝબકી પડ્યો કે આટલો ભયાનક અવાજ કોનો આવી પડ્યો .
ટૂંક સમયમાં બીજો ભાગ આવી રહ્યો છે.

No comments:
Post a Comment